વ્યથા
05 Sep 2009 Leave a Comment
in Lead India Tags: કાવ્ય, પ્રેમ, વ્યથા, Gujarati, Life, Poem, Problem
મારા દિલની આ વ્યથા છે,
જે કોઇક ઘટનાની કથા છે,
સ્વપ્નોની પણ કંઈક પ્રથા છે,
કેમ વાસ્તવિક્તાથી એ ખફા છે?
લાગણીઓની એવી પ્રબળતા છે,
એમને રોકવી પણ એક કળા છે,
અશ્રુઓની પણ અનોખી વાચા છે,
મૂકતામાં પણ પ્રબળતા છે,
લાગણીઓ વ્યક્ત કરવાની તમન્ના છે,
પણ સબંધોમાં ક્યાં નૈતિકતા છે?
પ્રેમ અને લાગણીઓ વહેંચવાની ક્ષમતા છે,
પણ લોકોને મન ક્યાં એની મહત્તા છે!
ભલે હોય તમને લોકોની કિંમત,
પણ એમન બોલ તો બીજાની જ કથા છે.
આટલુ કરવા છતા કહુ છુ કે,
દેખાડાની જ તો આ દુનિયા છે!




