સ્વપ્નનગર
02 Feb 2010 1 Comment
in Gujarati, Poem Tags: કાવ્ય, ગુજરાતી, વ્યથા, સ્વપ્નનગર, Gujarati, Life, Poem
કોણે છે દરવાજા ઉઘાણા?
ભૈ, આ’તો છે સ્વપ્નનગર!
કેટકેટલા રાહી અહી ખોવાણા,
રસ્તા લઈ જા’ કંઈ કોને ખબર?!
દિ’સે દેખાડે મસ્તમોટા તારલા,
ને રાતે ચિતરે મ્રુગજળ હ્રદયપટ પર,
મીઠુ હસાવે ને ભૂંડુ રડાવે,
લાગણીઓના ખાટ-મીઠા તટ પર,
દે કલાકો કો’કની અફીણી યાદોના,
ને વિસરવાય નો’દે ચિત્રો સ્મ્રુતિપટ પર,
ગુથાવે શબ્દુનાય એવા તાણાવાણા,
કે આવવા નો પામે બોલ હોઠુઓ પર.




