પ્રેમપત્ર / LoveLetter
07 Oct 2009 1 Comment
in Gujarati, Love, Poem Tags: કાવ્ય, ગુજરાતી, પ્રેમ, પ્રેમપત્ર, Gujarati, Love, Love Letter, Poem
હ્રદયની ઉર્મિઓનો ઉદ્ગાર,
તુજ નામે વહેવડાવું,
‘રાહીનો’ છે પ્રણય એકરાર,
એ પ્રેમપત્ર દ્વારા તુજને જણાવુ.
પરબીડિયા પર ભાત છે હજાર,
તુજને શોભે એવી પસંદ કરુ,
કાગળની પણ છે કિસ્મો ચાર,
શીદ તે તારા કાજ પસંદ કરુ?
તારુ સંબોધન છે મિત પ્રશ્ન,
શુ કહી તને સંબોધી શકુ,
કહુ તને ‘પ્રિયે’ કે ‘પ્યારી’,
એ અવઢવમાં હુ છુ રમુ,
થાય પ્રેમીનુ દિલ લખી દઉ,
તુજને અભિવ્યક્ત કરી દઉ,
થાય ભલેને પછી અભિવ્યક્તિ બે-ચાર;
તો પણ તુજને કહી દઉ.
ફૂલોના ગુલદસ્તાની સોડમ રેલાવુ,
કે ગુલાબપંખ જોદે સંદેશ મોક્લાવુ,
હું કરુ છુ અખુત પ્રેમ તુજને,
એ આ પત્ર દ્વારા તુજને જાણવુ.
જો કરતી હોય તુ પ્રેમ મુજને,
તો એક નાની અપેક્ષા ધરાવુ,
લખે વળતો એક પ્રેમપત્ર,
જેના સરનામે હું આવુ.




