બેકલી-એકલતા
30 Oct 2010 Leave a Comment
in Gujarati, Love, Poem Tags: કાવ્ય, ગુજરાતી, પ્રેમ, Gujarati, Love, Miss You, Poem

“બેકલી-એકલતા”ના સંવાદનો શુ મતલબ હતો?
જ્યારે તુ મારી અને હું તારી સંગ હતો!
શબ્દોનો પણ એ શુ અંતહીન સંવાદ હતો?
જ્યારે મારા વણબોલે પણ તારા સમજવનો ઢંગ હતો!
હાથમા હાથ નાખીને ફરવાનો શુ મર્મ હતો?
કદાચ પોતાના બીજા પ્રત્યે હક્નો અનુભવ હતો!
લાગણીઓની સાન્દ્રતનો શુ પરિણવ હતો?
કદાચ આપણા હ્રદયનો નવો-સવો પરિણય હતો!
ધૃતિ તારા ખોળાની, શું તે જાણે એનો વિકલ્પ હતો?
એટલે થાય કે પ્રેમની અનુભૂતિનો એ કો’ક તુલ્યાર્થ હતો!
આપણા આશ્લેષમા શું તો અંતહીન પ્રેમ હતો?
એટલે થાય ઇર્ષ્યા કેમકે બે વચ્ચે ત્રિજાનો અવકાશ ન હતો!
બેઠો તો છુ જોજનો દૂર, પણ તને શીદને ભુલ્યો નો’તો?
કેમકે, પ્રેમની વ્યાખ્યાઓ તો તારી આંખોમા જ ભણ્યો હતો!




