સબંધ

યાદો પણ કેટલી સફાઈથી લુચ્ચા આટાપાટા રમે છે, નહિ? ક્યારેક પેટ પકડીને હસાવે છે તો વળી ક્યારેક રો’તા દિલ કાજ આંખમાંથી આંસુ પણ સરકવા ન દે. જોને, હાલની જ વાત કરુ ને! હું આમ તો બેઠો હતો કામ કરવા, પણ ખબર જ નહિ પડી કે કામ કરતા કરતા હું ક્યારે યાદોની ગલીઓમાં ચાલી નીકળયો! નીકળતા તો નીકળી પણ ગયો પણ આ જાણ્યા–અજાણ્યા રસ્તા ક્યાં લઈ જાય મને શીદ ખબર?! ચાલતો–ફરતો, ગલી–શેરીઓમાં ભટકતો આગળ વધ્યો અને આવ્યું સ્મ્રુતિઓનુ ચોગાન; વીસરાયેલુ, વીખરાયેલ, અને જાત ભાતની ઝળકીઓથી તરબોળ થઈ અને ભરાયેલુ તારુ – મારુ – આપણું ચોગાન.

એમ જોવા જઈએ તો કાઈ ખાસ શું હતું આપની પાસે–વચ્ચે? કેટ્લોક સમયનો સાથ? કે પછી લાગણીઓમાં ઝાકળ જેવી ભીનાશ? જે પણ હતું એ ક્યારેય વ્યાખ્યાયિત તો નહોતું. તુ મારા ત્યા આવતી, હું તારા ત્યા આવતો; ઘણું તુ બોલતી અને થોડું હું બોલતો અને શબ્દોની આ હારમાળામા ક્યારેક ક્યારેક કલાકોની ચુપકીદી પણ અદભુત મુક સંવાદોથી સમાતી; તુ દિલનું ઊંડાણ ઉલેચતી અને હું લાગણીઓના સ્વર વહેવડાવતો; મિત્રોની મસ્તી અને સ્નેહીની લાગણીઓ બસ એટલો માત્ર આપણો સંબંધ હતો.

આમ જ નાના પ્રાંગણમા શરૂ થયેલ આપણો સબંધ ક્યારે ઉપવનની ઘટામા જઈ સમાયો તેનો આપણને ખ્યાલ પણ ન આવ્યો! હુ તારી સાથે બેસતો, તારા ખોળને મારુ ઘર માનતો, અને એ ઝુલતા પાંદડાઓની લહેર અને લચક નિહારતો માત્ર એટલુ જ વિચારતો… કેટલી સુન્દર હોય છે આ દુનિયા, નહિ? બે અજાણ્યા વ્યક્તિ મળે, મિત્રો બને, સર્વસ્વ બીજાને નામ કરી દે અને છત્તા અનુભૂતિ તો સુખની જ કરે!! કયા મળવાનો આવો સુંદર સબંધ આ સ્વાર્થિ દુનિયામા?!

Advertisement

One Comment (+add yours?)

  1. Jagat
    Oct 29, 2010 @ 23:04:23

    વાહ , રાહી…! આમ તો લાગણીને શબ્દોમાં વર્ણવવી એ ખૂબ જ કઠીન કામ છે. જે આપે ખૂબ જ સહજતાથી કર્યું છે.અને અંતમાં થયેલો કટાક્ષ : કયા મળવાનો આવો સુંદર સબંધ આ સ્વાર્થિ દુનિયામા?! – આવા સબંધ આ સમયમાં ક્યારેક પરિકલ્પના જેવા લાગે છે !! સુંદર લખાણ !!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

wordpress analytics
Follow

Get every new post delivered to your Inbox.